Ahmedabad Hit and Run Video : ગુજરાતમાં દારૂબંધીના ક્યાં સુધી ઉડશે ધજાગરા?
અમદાવાદના બોપલમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના વાયરલ વીડિયોએ રાજ્યમાં કહેવાતી દારૂબંધીના લીરેલીરા ઉડાવ્યા. વાયરલ વીડિયોમાં દેખાતી એક વ્યક્તિએ નશામાં ધુત થઈને અકસ્માત સર્જ્યો. દારૂના નશામાં ધૂત વ્યક્તિએ પોતાની કારથી એક મહિલાને ટક્કર મારી. અકસ્માતમાં 29 વર્ષીય પૂજાબેન પટેલને પગમાં ઈજા પહોંચતા 108 મારફતે સારવાર માટે સરસ્વતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.. 29 મેની રાત્રે સાડા નવ વાગ્યે એસજી હાઈવે અને એસપી રિંગ રોડને જોડતા વીઆઈપી રોડ પર અકસ્માતની ઘટના બની.. અકસ્માત બાદ નશામાં ધૂત થઈને બેફામ રીતે કાર હંકારનાર વ્યક્તિને હાજર લોકોએ આકરા સવાલ કર્યા.. તો કાર ચાલક પોલીસની ઓળખ આપીને રૌફ જમાવતો જોવા મળ્યો.. હાજર લોકો અને નશામાં ધૂત વ્યક્તિ સાથેનો સંવાદ વાયરલ થયો છે.. વીડિયોમાં દેખાતો વ્યક્તિનું નામ ભાવિક હોવાની અને તે સૌરાષ્ટ્રનો રહેવાસી હોવાની જાણકારી મળી રહી છે.. વીડિયોમાં દેખાતો વ્યક્તિ હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતો હોવાની અને ફાયનાન્સના ધંધા સાથે સંકળાયેલો હોવાની માહિતી મળી રહી છે.. કારમાં બ્લેક ફિલ્મ લગાડેલી હતી. અને કારમાંથી દારૂની બોટલ પણ હોવાનો હાજર લોકોએ આરોપ લગાવ્યો છે. અકસ્માત બાદ સમગ્ર મામલો એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જો કે બંન્ને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી..




















