Ahmedabad: AMCની ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં ઉદાસિનતા, 150ની જોગવાઈ સામે બન્યા માત્ર છ સ્ટેશન
ઈલેક્ટ્રીક વાહનો માટેના ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં અમદાવાદ કોર્પોરેશનની ઉદાસિનતા સામે આવી છે. કેમ કે બજેટમાં જોગવાઈ 150 સ્ટેશનની. જેની સામે બન્યા માત્ર છ જ સ્ટેશન.
ઈલેક્ટ્રીક વાહનો માટેના ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં અમદાવાદ કોર્પોરેશનની ઉદાસિનતા સામે આવી છે. કેમ કે બજેટમાં જોગવાઈ 150 સ્ટેશનની. જેની સામે બન્યા માત્ર છ જ સ્ટેશન. ઈલેક્ટ્રીક વાહનો પર ભાર મુકવા રાજ્ય સરકાર ઈલેક્ટ્રીક મોટર વ્હિકલ પોલિસીને મહત્વ આપી રહી છે. પરંતુ બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે સ્ટેશન ઉભા કરવામાં ઢીલાશ વર્તી રહી છે. કોર્પોરેશને બજેટમાં 150 ચાર્જિંગ સ્ટેશન બનાવવા દરખાસ્ત મૂકી હતી. જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 6 સ્થળોએ પર જ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાયા. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીને સ્વીકાર કર્યો કે. એજન્સીએ રસ ન દાખવતા ફાયર સ્ટેશનો કાર્યરત થઈ શક્યા નથી.