Ahmedabad Jalyatra 2025: 14 ગજરાજ સાથે થયો જળયાત્રાનો પ્રારંભ, જુઓ વીડિયોમાં
Ahmedabad Jalyatra 2025: 14 ગજરાજ સાથે થયો જળયાત્રાનો પ્રારંભ, જુઓ વીડિયોમાં
શહેરની જગન્નાથ મંદિરની રથયાત્રા ઘણી જ પ્રસિદ્ધ છે. મિની રથયાત્રા તરીકે યોજાતી જળયાત્રા આજે 11 જૂનની સવારે હાથી, બેન્ડવાજા, ધજા પતાકા, ભજન મંડળી સાથેની શોભાયાત્રા મંદિરની પાછળથી સાબરમતી નદીના ભુદર ખાતે પહોંચશે. નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આવશે. આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી, મેયર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. જળયાત્રા નીકળે તે પૂર્વે જગન્નાથ મંદિરનો માહોલ ઘણો જ સુંદર હોય છે.
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી અષાઢી બીજના રોજ નીકળવાની છે. આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની જમાલપુર જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળી છે. વહેલી સવારે 8 વાગ્યે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી શોભાયાત્રા શરૂ થઈ હતી. વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા- પતાકા સાથે ભવ્ય જળયાત્રા કાઢવામાં આવી છે. જે સાબરમતી નદી કિનારે પહોંચી અને ગંગા પૂજન શરૂ કરાયું છે.





















