(Source: Poll of Polls)
Ahmedabad Police | હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, જુઓ VIDEO
આજે ગૃહ મંત્રી અમિત શાહ દ્રારા અમદાવાદ પોલીસ માટે એઆઈ ટેકનોલોજીથી સજ્જ આધુનિક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જે રીયલ ટાઈમ મોનિટરીંગમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે. જેના ઉપયોગ વડે ગુનાહિત પ્રવૃતિઓને રોકી શકાશે.
આ સેન્ટર જાહેર સુરક્ષામાં વધારો કરશે અને પોલીસની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરશે. સેન્ટરની એક વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે દરેક અધિકારી પાસે ત્રણ મોનીટર હોય છે, જેના દ્વારા એક જ સમયે જુદી જુદી ત્રણ જગ્યાનું મોનિટરીંગ કરી શકાય છે.
સૌથી રસપ્રદ એ છે કે હવે અમદાવાદ પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે. આ નવી ટેકનોલોજીની મદદથી પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી શકે છે અને ગુનેગારોને તાત્કાલિક શોધી શકે છે. અમદાવાદ પોલીસે સુરક્ષાને મજબૂત કરવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવી ટેક્નોલોજીથી સજ્જ અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું છે.