Botad Stone Pelting: હડદડ ગામે પથ્થરમારાની ઘટનામાં રાજુ કરપડા સહિત 85 લોકો સામે ફરિયાદ
Botad Stone Pelting: હડદડ ગામે પથ્થરમારાની ઘટનામાં રાજુ કરપડા સહિત 85 લોકો સામે ફરિયાદ
બોટાદના હડદડ ગામે પથ્થરમારાની ઘટનામાં આપના રાજુ કરપડા અને પ્રવિણ રામ સિહત સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં 65 લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.
ગુજરાતના બોટાદ જિલ્લામાં કપાસના મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમિયાન હડદડ ગામે આયોજિત આમ આદમી પાર્ટી (AAP) ની મહાપંચાયતમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. સભા ચાલુ હતી તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચતા જ ખેડૂતો અને ગ્રામજનોએ પોલીસ પર જબરદસ્ત પથ્થરમારો કર્યો હતો. આ હિંસક ઘર્ષણમાં પોલીસના એક વાહન પર પથ્થરમારો થયા બાદ તેને ઉંધુ વાળી દેવામાં આવ્યું હતું. પરિસ્થિતિ બેકાબૂ બનતા, પોલીસે વળતા જવાબમાં સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા. આ સમગ્ર ઘટનાથી હડદડ ગામમાં તંગદિલીનો માહોલ છે. આ આંદોલન મુખ્યત્વે બોટાદ યાર્ડમાં 'કડદા પ્રથા' નાબૂદ કરવાની માંગ સાથે ચાલી રહ્યું છે.
કપાસના મુદ્દે આંદોલન: હડદડ ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ
બોટાદ જિલ્લામાં ખેડૂતો દ્વારા કપાસના ભાવ અને બોટાદ યાર્ડમાં પ્રવર્તતી 'કડદા પ્રથા' (કપાસના વજનમાં કપાત કરવાની પ્રથા) નાબૂદ કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના ભાગરૂપે, હડદડ ગામે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા રાજુ કરપડાની હાજરીમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.





















