Ahmedabad Sardar Patel Stadium | અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં મનપા કાઉન્સિલર-અધિકારીઓ વચ્ચે રમાશે મેચ
Ahmedabad Sardar Patel Stadium | અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમ.જે વર્ષ 2021 થી જર્જરિત હોવાના કારણે બંધ કરવામાં આવ્યું છે.રાજ્ય સરકારની ખેલકુંભ નીતિની ઉજવણી દરમિયાન સ્ટેડિયમની પેવેલિયન ગેલેરીનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો જે બાદ એસ્ટેટ વિભાગે આ સ્ટેડિયમનો ઉપયોગ ન કરવા માટે આદેશ કર્યો હતો.અમદાવાદ મહાનગરપાલિકા આગામી ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની મહાનગરપાલિકાના કાઉન્સિલર અને કમિશનરો વચ્ચે થનાર મેચમાં યજમાન પદે છે.જેના કારણે આજે મળેલી રી-ક્રિએશન કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે 75 લાખનો ખર્ચ કરી રાજકોટ સુરત બરોડા જામનગર ભાવનગર અને અમદાવાદ મહાનગરપાલિકાના કાઉન્સિલર અને અધિકારીઓ વચ્ચે મેચ રમાશે.જો કે AMC દાવો કરી રહ્યું છે કે 20 જાન્યુઆરી સુધીમાં સ્ટેડિયમને હંગામી ધોરણે રમવા લાયક બનાવવામાં આવશે.પણ તેની વચ્ચે સવાલ એ ઉભા થાય છે કે કેમ માત્ર રાજ્યની મનપાના હોદેદારો અને અધિકારીઓ માટે જ હંગામી ધોરણે વ્યવસ્થા કરાઈ રહી છે.75 લાખ ના ખર્ચમાં અન્ય શહેરના આવનાર કાઉન્સિલર અને અધિકારીઓ ના રહેવા ખાવા સહિતની વ્યવસ્થાઓ AMC કરનાર છે.