"Gundaraj" in Ahmedabad: 'દાદા'ના શહેર અમદાવાદમાં ગુંડારાજ, મોપેડ ચલાવવા મુદ્દે બે યુવક પર કેટલાક શખ્સોએ કર્યો હુમલો
અમદાવાદના અસલાલીમાં અસામાજિક તત્વોનો આતંક. મોપેડ ચલાવવા મુદ્દે બે યુવક પર કેટલાક શખ્સોએ કર્યો હુમલો. 4 સામે નોંધાઈ ફરિયાદ.
અમદાવાદમાં અસલાલીમાં સ્કૂટર ચલાવવા બાબતે બે યુવક પર હુમલો થયો. સ્કૂટર નજીકથી ન ચલાવવા બાબતે ઠપકો આપતા લાકડીઓ અને પાઇપથી માર્યો માર. મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ. ચાર લોકો સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી.
અમદાવાદના અસલાલીમાં જોરદાર થઈ મારામારી. મોપેડ ચલાવવા બાબતે 2 યુવકો પર લાકડી અને પાઈપ જેવા હથિયારોથી હુમલો કરાયો. મોપેડ નજીકથી ચલાવવા બાબતે ઠપકો આપતા મારામારી થઈ. મારામારીનો આ વીડિયો સામે આવતા અસલાલી પોલીસે કરણ દરબાર, પ્રકાશ ઠાકોર, ચેતન ઠાકોર, અનિલ ઠાકોર વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી..





















