Ahmedabad Waterlogging: વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદથી અમદાવાદમાં જળફર્ફ્યુ
Ahmedabad Waterlogging: વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદથી અમદાવાદમાં જળફર્ફ્યુ
વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદથી અમદાવાદમાં જળફર્ફ્યુ.. શહેરનો એકપણ એવો વિસ્તાર નહોતો જ્યાં જળબંબાકારની સ્થિતિ ન સર્જાય હોય.. મેઘરાજાએ કરેલી જોરદાર બેટીંગથી વટવા,જશોદાનગર, દાણીલીમડા,લાંભા, શાહઆલમ સહિતના વિસ્તારોમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જ્યારે રામોલ, વસ્ત્રાલ, મણીનગર, હાટકેશ્વર, ખોખરા વિસ્તારમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો.. આ તરફ વાસણા, પાલડી, એલિસબ્રિજ વિસ્તારમાં ત્રણ ઈંચ, જ્યારે પૂર્વના રખીયાલ, ગોમતીપુર, બાપુનગર, સરસપુર, ઓઢવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં બે બે ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને લીધે નાગરિકોના વાહનોની સાથે BRTS અને સિટી બસોના પણ પૈંડા થંભી ગયા. BRTSની કુલ 313 શેડ્યુઅલ બસોમાંથી 38 બસો બ્રેકડાઉન થઈ.. જેમાંથી 15 બસો વરસાદી પાણીમાં બંધ થતા ક્રેઈનની મદદ લેવી પડી.




















