Ahmedabad News : અમદાવાદના સૌથી જુના આંબાવાડી બજારમાં ગેરકાયદે ઉભા થયેલા દબાણ દૂર કરાશે
અમદાવાદના સૌથી જુના આંબાવાડી બજારમાં ગેરકાયદે ઉભા થયેલા દબાણ દૂર કરાશે. છડાવાડ પોલિસ ચોકીથી આંબાવાડી બજાર સુધી ઉભા થયેલા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાશે. અંદાજે 40 વર્ષ જુના દબાણ હટાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ સાત વખત નોટીસ ફટકારવામાં આવી છે...પરંતુ આજ સુધી વેપારીઓ દ્વારા દબાણ દુર કરવામાં આવ્યા નથી. કપાતના 40 ટકા હિસ્સો બાકી રાખવા માટેની સુચના બાદ પણ કાચા શેડ ઉભા કરી દબાણ કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ હતુ. આને વેપારીઓ દબાણ હટાવવાની કામગીરીમાં વિક્ષેપ ઉભો ન કરે તે માટે પોલિસ બંદોબસ્તની માંગણી કરવામાં આવશે. અનિવાર્ય સંજોગોમાં પોલિસનો બંદોબસ્ત નહી મળી શકે તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા SRP ની ટુકડીઓ સાથે રાખી ઉત્તરાયણ બાદ દબાણ દુર કરવાની કામગીરી હાથ ઘરવામાં આવશે.




















