CWC In Ahmedabad : રાહુલ-સોનિયા ગાંધીની આગેવાનીમાં CWCનો અમદાવાદમાં પ્રારંભ
CWC In Ahmedabad : રાહુલ-સોનિયા ગાંધીની આગેવાનીમાં CWCનો અમદાવાદમાં પ્રારંભ
અમદાવાદ: ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું ગઇકાલથી અમદાવાદમાં આગમન થયું હતું. મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, શશી થરૂર, અશોક ગેહલોત સહિતના નેતાઓ અમદાવાદ પહોંચ્યા હતા.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 8 એપ્રિલની સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. બે દિવસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓ વચ્ચે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં કમિટીના સભ્યો હાજર છે. જોકે, બેઠકમાં આજે પ્રિયંકા ગાંધી હાજર રહ્યા નથી. આવતી કાલે અધિવેશનમાં તેઓ હાજરી આપશે. આરાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા આવી રહેલા 1800થી વધુ ડેલિગેટ્સના રહેવા માટે હોટલ અને આવવા-જવા માટે વાહનોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.




















