Ahmedabad Rain News: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદની શરુઆત થઈ છે. એસજી હાઈવે, પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
શહેરના સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના એસ.જી. હાઇવે , વેજલપુર, ઇસ્કોન,સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદના આગમનના કારણે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. અનેક રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે. અમદાવાદના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.


















