Ahmedabad Rain Forecast: IPLની ફાઈનલમાં વરસાદ બની શકે છે વિઘ્ન!, આવતીકાલે અમદાવાદમાં વરસાદની આગાહી
IPL સિઝન 18ની ફાઇનલ મેચ 3 જૂન મંગળવારના દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. જે જીતનાર ટીમ માટે પ્રથમ IPL ટાઇટલ હશે. RCB એ ક્વૉલિફાયર-1 માં પંજાબને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે પંજાબે બીજા ક્વૉલિફાયરમાં મુંબઈને હરાવ્યું હતું. IPL ફાઈનલનો મહા મુકાબલો અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આવતીકાલે 3 જૂને અમદાવાદમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ ફાઈનલ મુકાબલામાં વરસાદનું સંકટ છે.
IPL ફાઈનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે અમદાવાદમાં આવતીકાલે વરસાદની આગાહી કરી છે. અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે IPL 2025ની ફાઈનલ મેચ રમાવાની છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.





















