Diwali 2025 : Bhupendra Patel : મુખ્યમંત્રીએ કોમન મેનની જેમ સ્થાનિક બજારમાંથી કરી દિવાળીની ખરીદી
Diwali 2025 : Bhupendra Patel : મુખ્યમંત્રીએ કોમન મેનની જેમ સ્થાનિક બજારમાંથી કરી દિવાળીની ખરીદી
Bhupendra Patel Diwali shopping: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર પોતાનો 'કોમન મેન' અંદાજ દર્શાવતા ગાંધીનગરના સ્થાનિક બજારમાં પોતાના પૌત્ર સાથે દિવાળીની ખરીદી કરી હતી. મુખ્યમંત્રીએ જાતે માર્કેટમાં જઈને સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા સહિતની જુદી જુદી ચીજવસ્તુઓની ઉત્સાહપૂર્વક ખરીદી કરીને સ્વદેશી અને 'વોકલ ફોર લોકલ' (Vocal For Local) ના મહત્ત્વપૂર્ણ સંદેશનો પ્રચાર કર્યો હતો. આ દરમિયાન, તેમણે ફેરિયાઓ સાથે સંવાદ કરીને તેમને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી હતી. મુખ્યમંત્રીની આ સાદગી જોઈને સ્થાનિક વેપારીઓ અને લોકો ખૂબ પ્રભાવિત થયા હતા, અને આનાથી ફરી એકવાર સાબિત થયું કે તેમના માટે CM એટલે 'કોમન મેન'.
મુખ્યમંત્રીનો સાદગીભર્યો અંદાજ: પૌત્ર સાથે માર્કેટમાં ખરીદી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat Cm Bhupendra Patel) દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગરના માર્કેટમાં જઈને એક સામાન્ય વ્યક્તિની જેમ ઉત્સાહ સાથે ખરીદી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના પૌત્ર સાથે બજારની મુલાકાત લીધી અને ખુદ દુકાનો અને ફેરિયાઓ પાસેથી દિવાળી માટેની વસ્તુઓ ખરીદી.
તેમણે એક પ્રોટોકોલથી દૂર રહીને એક સામાન્ય ગ્રાહકની જેમ ખરીદી કરીને પોતાની સાદગીનો પરિચય કરાવ્યો હતો. મુખ્યમંત્રીની આ સરળતા અને નિખાલસતા જોઈને સ્થાનિક વેપારીઓ અને ત્યાં હાજર લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ ઘટનાએ ફરી એકવાર CM એટલે "કોમન મેન" (Common Man) ની ઉક્તિને ભૂપેન્દ્રભાઈએ પોતાના વર્તનથી સાબિત કરી બતાવી.




















