(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad Rain | અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહરેમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, બોપલ,શેલા, સરખેજ, ઘુમા, શીલજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરુઆત થઈ ગઈ છે. લોકોને ઓફિસ જવાના સમયે વરસાદ તૂટી પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
નારોલ, બાપુનગર, રાણીપ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ખૂબ જ લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. મણીનગર, નરોડા, ખોખરામાં પણ વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઈવે પણ પાણી ભરાવાની શરુઆત થઈ ગઈ છે. સર્વિસ રોડ પણ પાણી ભરાઈ ગયા છે.
વહેલી સવારથી જ વરસી રહેલા વરસાદ સાથે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અલગ-અલગ રોડ પર પાણી ભરાવાની શરુઆત થઈ છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.