Anand New Maya Hotel Controversy : આણંદના તારાપુરમાં ન્યૂ માયા હોટલના ભોજનમાંથી નીકળી ગરોળી
Anand New Maya Hotel Controversy : આણંદના તારાપુરમાં ન્યૂ માયા હોટલના ભોજનમાંથી નીકળી ગરોળી
આણંદના તારાપુરમાં ન્યૂ માયા હોટલ વિવાદમાં આવી હતી. ન્યૂ માયા હોટલમાં ભોજનમાંથી ગરોળી નીકળ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એસટી બસના ચાલકના ભોજનમાંથી ગરોળી નીકળી હોવાનો આરોપ લગાવ્યો હતો. બસ ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એસટીની બસ ન્યૂ માયા હોટલ પર નાસ્તા માટે રોકાય છે.
દહેગામની ઝાંકની નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. જે.એમ.દેસાઈ સ્કૂલના વિદ્યાર્થીઓને ભોજન બાદ ખોરાકી ઝેરની અસર થઇ હતી. 105 વિદ્યાર્થીઓની આંખમાં ઓચિંતા ઝાંખપ આવી હતી. 12 બાળકની દ્રષ્ટિને થઈ ગંભીર અસર થઇ હતી. તમામ બાળકોને તાત્કાલિક ગાંધીનગર સિવિલમાં સારવારમાં ખસેડાયા હતા. સારવાર બાદ તમામની દ્રષ્ટિ ધીમે-ધીમે પરત આવી રહી છે.




















