શોધખોળ કરો
Bhavnagar Crime | શેરબજારમાં પડતા પહેલા જોઈ લેજો આ વીડિયો, ડોક્ટરને લાલચ પડી ભારે | Abp Asmita
ભાવનગર : શેરબજારમાં રોકાણ કરી સારો નફો મેળવવાની લાલચમાં આવેલા ભાવનગરના તબીબને સાઈબર ગુનેગારો ભેટી ગયા હતા. શરૂઆતમાં નાની રકમ ઉપાડવા દીધા બાદ અર્ધો કરોડથી પણ વધુ રકમ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી તબીબ સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર શેરબજારને લગતી જાહેરાત જોવા મળી હતી. જેથી તેમણે લીંક મારફત વોટ્સએપ ગુ્રપ જોઈન કર્યા બાદ ગુ્રપમાં સ્ટોક માર્કેટને લગતી માહિતી અને ટ્રેડીંગની ટિપ્સ આવતી હોય, જેથી શેરબજારમાં રોકાણ કરવાની લાલચમાં તબીબ આર.એમ.ધંધુકિયાએ ગુ્રપમાં આવેલી એજેએસએમ૭.પ્રો નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી એકાઉન્ટ બનાવ્યું હતું. તેમજ વોટ્સએપ ગુ્રપમાં ઈન્સ્ટિટયુશનલ ટ્રેડીંગ અને બ્લોક ટ્રેડીંગ કરી ઓછા ભાવે સ્ટોક મળે અને સારો નફો થાય છે. તેમાં આઈપીઓ ભરવાથી આઈપીઓ લાગે અને નફો સારો થશે તેવું જણાવાયું હતું. જેથી તબીબે એજેએસએમ૭ નામની એપ્લીકેશનમાંથી સ્ટોક ખરીદવાનું અને તેના રૂપિયા એપ્લિકેશનમાં જણાવેલા બેન્ક એકાઉન્ટમાં મોકલવાનું શરૂ કર્યું હતું. ભેજાબાજોએ તબીબને વિશ્વાસમાં લેવા શરૂઆતમાં થોડી રકમનું વિડ્રો આપ્યું હતું. જેથી તબીબે તા.૨૧-૬થી તા.૧૨-૭ના સમયગાળા દરમિયાન કુલ રૂા.૫૦,૮૯,૦૦૦નું અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ત્યારબાદ રૂપિયા ઉપાડવા માટે તેમણે રિક્વેસ્ટ કરતા સાઈબર ફ્રોડોએ અસલ ચહેરો દેખાડયો હતો અને રકમ વિડ્રો કરવા માટે ટેક્સ-બીજા ચાર્જીસના વધુ રૂપિયા ભરવા પડશે તેમ કહીં તબીબ સાથે રૂા.૫૦.૫૯ લાખની વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
ભાવનગર
![Bhavnagar News: ઓજ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી પર થયેલ હુમલાની ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/b6e75d6e2ef5e4f0a0bc4d1e7f1f3a2017393684779021012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Bhavnagar News: ઓજ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી પર થયેલ હુમલાની ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી
![Bhavnagar News : ભાવનગરમાં હરતું ફરતું આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનું બન્યું ખંડેર!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/27/c2b61cc107b31bd6330cb59b75acba1717379905618121012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar News : ભાવનગરમાં હરતું ફરતું આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનું બન્યું ખંડેર!
![Bhavnagar news: ભાવનગરમાં બૂટલેગરના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાંનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/26/38fae19a40e9ef3be3ffad79b546b94017379128587961012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar news: ભાવનગરમાં બૂટલેગરના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાંનો આરોપ
![Bhavnagar Suicide Case : ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી દીપકભાઈનો આપઘાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/26/6d59289a010b54d3d750f1736f4d8afc173789280064873_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar Suicide Case : ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી દીપકભાઈનો આપઘાત
![Bhavnagar news: ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, પતંગના ઝઘડામાં ટોળાએ કરી તોડફોડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/16/63d65972d622558df485dacd997f0f4a17370406684971012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar news: ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, પતંગના ઝઘડામાં ટોળાએ કરી તોડફોડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement