Bhavnagar Demolition | ભાવનગરમાં ડિમોલિશન દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
Bhavnagar Demolition | ભાવનગર શહેરનાં બોરતળાવ વિસ્તારમાં ચાલી રહેલ મેગા ડિમોલિશનમાં પોલીસ અને સ્થાનિક વચ્ચે ઘર્ષણ થયું હતું. બોરતળાવ વિસ્તારમાં ડિમોલેશન ચાલી રહ્યું હતું એ સમયે પોલીસ અને સ્થાનિક સામસામે આવી ગયા હતા. 85 જેટલા ગેરકાયદે સર મકાનોને મહાનગરપાલિકાની ટીમ આજે સવારથી હટાવી રહી છે. આ વિડીયોના દ્રશ્યો બોરતળાવ ડી. ડિવિઝન પોલીસના PI પણ જોવા મળી રહ્યા છે. દબાણ હટાલવાની કામગીરી દરમિયાન સ્થાનિકો વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જોકે, પોલીસે તેમને ત્યાંથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે સવારથી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. દબાણો દૂર કરાતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી. જુઓ આખો અહેવાલ.





















