Share Market | સતત બીજા દિવસે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની માર્કેટ પર ભયંકર અસર, જુઓ સ્થિતિ
Share Market | સતત બીજા દિવસે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની માર્કેટ પર ભયંકર અસર, જુઓ સ્થિતિ
ભારતીય શેરબજારમાં ગઈકાલે નોંધાયેલા મોટા કડાકા બાદ આજે રેડ ઝોનમાં શરૂઆત કરી હતી. જો કે, બાદમાં સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફ્ટી 94 પોઈન્ટ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. 11.00 વાગ્યે સેન્સેક્સ 381.29 પોઈન્ટ 82878.39 પર અને નિફ્ટી 93.45 પોઈન્ટ ઉછાળી 25343.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકિલ ક્રાઈસિસ, પ્રોફિટ બુકિંગના કારણે શેરબજારમાં વોલેટિલિટી વધી છે. માર્કેટ નિષ્ણાતોએ રોકાણકારોને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા અપીલ કરી રહ્યા છે. એશિયન બજારો પણ રેડઝોનમાં ખૂલ્યા બાદ પોઝિટિવ ટ્રેડ થઈ રહ્યા છે. અમેરિકી બજારમાં ગઈકાલે કોઈ ખાસ મોટો કડાકો જોવા મળ્યો નથી.
બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં ટ્રેડેડ 3824 શેર્સ પૈકી 1992 શેર્સ સુધારા તરફી અને 1660 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 153 શેર્સ વર્ષની ટોચે અને 38 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. 237 શેર્સમાં અપર સર્કિટ અને 199 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.