Bachu Khabad: બચુ ખાબડને વિધાનસભાના સત્રમાંથી રખાશે દૂર, રાઘવજી આપશે તેમના વિભાગના જવાબ
રાજ્ય સરકારના કેબિનેટમાં ચાલી રહી છે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ. 8 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસું સત્ર શરૂ થાય છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ સહિતના 17 મંત્રીઓમાંથી 1 મંત્રી હાજર નહીં હોય તે નિશ્ચિત થઈ ચૂક્યું છે. દેવગઢબારીયાના કરોડોના મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી અને આરોપી બનાવ્યા બાદ જામીન પર ન્યાયિક હિરાસતમાંથી મુક્તિ તો થઈ પણ મંત્રી હોવા છતાં ખાબડની સ્વર્ણિમ સંકુલમાં એન્ટ્રી શરૂ નથી થઈ શકી. એટલું જ નહીં ખાબડના સ્થાને પંચાયત વિભાગના સવાલોના જવાબ આપવાની જવાબદારી રાઘવજીભાઈ પટેલને સોંપવામાં આવી છે. ખાબડ ખૂદ પંચાયત રાજ્ય મંત્રી છે અને ગૃહમાં વિપક્ષ તેમના જ વિભાગમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દો ઉઠાવશે તેવા સંકેત પણ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સરકારી કાર્યક્રમમાંથી ખાબડની બાદબાકી કરવામાં આવી છે. એટલું જ નહીં સ્વાતંત્ર્ય પર્વ પર રાજ્યમંત્રી બચુ ખાબડને પડતા મુકાયા હતા. સામાન્ય વહિવટ વિભાગે જાહેર કરેલી સત્તાવાર યાદીમાં જ બચુ ખાબડ નું નામ નહોતું. 17 કેબિનેટમાં ખાબડને ગેરહાજર રખાય છે હવે સત્ર દરમિયાન ગૃહમાંથી પણ બાદબાકી.. ત્યારે સવાલ એ છે કે પેપર પર જ મંત્રી કેમ ... ખાબડની સંડોવણી છે તો મંત્રી પદ પરથી દૂર કેમ નથી કરાતાં અને સંડોવણી નથી તો વિભાગની જવાબદારી વહન કેમ વહન નથી કરવા દેવાતી..




















