Gandhinagar: ભાજપના ધારાસભ્યો પણ ટી-શર્ટ પહેરીને આવતા હોવાનો વિમલ ચૂડાસમાનો આરોપ
ફ્રિ સ્પીરીટ લખાણ સાથેનું ટી-શર્ટ પહેરીને વિધાનસભા ગૃહમાં આવેલા સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાને ભારે પડ્યુ હતું. ટી-શર્ટ અને જીંસમાં આવેલા ચૂડાસમાને ટકોર કરાતા ધારાસભ્યે દલીલો કરી સાથે જ ગૃહમાં બેસવા માટેનો કોઈ ડ્રેસ કોડ ન હોવાની દલીલ કરી હતી. જો કે તેમની વાત માન્ય ન રખાઈ તો સાર્જંટોએ ચૂડાસમાને ગૃહની બહાર કાઢ્યા હતા. પોતાના પક્ષના ધારાસભ્યને બહાર કઢાતા નેતા વિપક્ષ પરેશ ધાનાણી કપડા કેવા પહેરીને આવવાનું કે નહીં આવવાનું તેની પણ દલીલો કરી. વિમલ ચૂડાસમાને એક દિવસ માટે સસ્પેંડ કરવાની શાસક પક્ષ તરફથી દરખાસ્ત પણ મુકાઈ. જો કે મુખ્યમંત્રીએ આ દરખાસ્તને પરત ખેંચવા કહ્યુ હતું. સાથે જ ગૃહની ગરીમા જળવાઈ તે પ્રકારના વ્યવહાર,વર્તન અને પરિવેશની વાત પણ કરી હતી.




















