Kanti Amrutiya Interview: ઇટાલિયા આ ટર્મ પૂરતા જ ધારાસભ્ય, ગોપાલ સાથે વાતચીત બાદ અમૃતિયાનો ધડાકો
Kanti Amrutiya Interview: ઇટાલિયા આ ટર્મ પૂરતા જ ધારાસભ્ય, ગોપાલ સાથે વાતચીત બાદ અમૃતિયાનો ધડાકો
ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયાની મોરેમોરા બાદ ચોરેચોરાની વાત. ગોપાલ ઈટાલિયા સાથેની મુલાકાત મુદ્દે કાંતિ અમૃતિયાએ કરી પહેલીવાર વાત. ઈટાલિયા એક વર્ષથી લઈ આ ટર્મ પૂરતા જ ધારાસભ્ય રહેવાનો અમૃતિયાનો દાવો. પહેલી મુલાકાત દરમિયાન ઈટાલિયા દાંત કાઢતા હોવાનો દાવો. મોરબીમાં AAPના કાર્યકર્તાને કેમ થપ્પડ મરાઈ તે મુદ્દે વાત કર્યાનો અમૃતિયાનો દાવો. રજૂઆત કરવા આવેલા AAPના કાર્યકરને AAP વાળાએ ન મારવા મુદ્દે મારે થઈ હતી વાત. મોરબીના વિકાસ કામો મુદ્દે વાત કરતા ઈટાલિયા હસી પડ્યાનો અમૃતિયાનો દાવો.
મંગળવારે ગોપાલ ઈટાલિયા ખેડૂતોના પ્રશ્ને અને ઈકો ઝોનના પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતાં.. ત્યારે જ સ્વર્ણિમ સંકુલ બહાર ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે મુલાકાત થઈ ગઈ...આ મિલનની તસવીર પણ કાનાભાઈએ સોશલ મીડિયામાં પોસ્ટ કરી... આ ફોટોને લઈને ચર્ચા એ ચાલી કે બંને નેતા વચ્ચે શું રાજીનામાને લઈ ચર્ચા થઈ હશે.... આ તરફ કાનાભાઈએ સોશલ મીડિયા પર ફોટો મૂકતા જ કોમેન્ટનો મારો શરૂ થયો.... મોરેમોરાની ચેલેન્જ બાદ ચોરેચોરો કરતા હોવાની સોશલ મીડિયામાં કોમેન્ટ શરૂ થઈ... તો કેટલાક યુઝર્સે લખ્યું કે બંને નેતાઓ પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે...
















