શોધખોળ કરો
Dahod Mgnrega Scam : દાહોદ મનરેગા કૌભાંડમાં ન્યાયિક તપાસનું સરકારનું રટણ, જુઓ શું કર્યો બચાવ?
Dahod Mgnrega Scam : દાહોદ મનરેગા કૌભાંડમાં ન્યાયિક તપાસનું સરકારનું રટણ, જુઓ શું કર્યો બચાવ?
દાહોદમાં મનરેગા કૌભાંડ મુદ્દે રાજ્ય સરકાર ન્યાયિક તપાસનું રટણ કરી રહી છે. મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બે પુત્રો ઉપર આરોપ લાગ્યા હતા. ત્યારબાદ બંને પુત્રોએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. જો કે સોમવારે આ જામીન અરજી પરત કરી દેવાય છે. એટલું જ નહીં મનરેગા કોભાંડ બાદ અધિકારીઓની પણ બદલી કરી દેવાઈ હતી.
સમગ્ર મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને સવાલ પૂછતા તેમણે ન્યાયિક તપાસનું રટણ કર્યું હતું. ઋષિકેશ પટેલે લૂલો બચાવ કર્યો કે સરકાર આ કેસમાં ઢાંક પીછોડો નથી કરતી. ઋષિકેશ પટેલ અનુસાર મુખ્યમંત્રીની સૂચનાથી તપાસ ચાલી રહી છે. સરકાર બિલકુલ ન્યાયિક અને તટસ્થ તપાસ માટેના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આદેશ આપ્યા છે, એ પ્રમાણે તપાસ થઈ જ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, મેં કહ્યું એમ ક્યાંય કોઈ ઢાંક પીછોડા માટેનો સરકારનો પ્રયત્ન નથી. જે પણ કોઈ તપાસનો વ્યાપ છે એ વ્યાપને અનુસંધાને આખે આખી તપાસ નિષ્પક્ષ અને પ્રમાણિત થાય એનો સરકારનો પ્રયત્ન છે.
ગાંધીનગર
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
આગળ જુઓ




















