Gujarat On High Alert : ઓપરેશન સિંદૂરને લઈ ગુજરાતમાં હાઈ એલર્ટ
Gujarat On High Alert : ઓપરેશન સિંદૂરને લઈ ગુજરાતમાં હાઈ એલર્ટ
Operation Sindoor News: ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં હાઈએલર્ટ છે. ગુજરાત પોલીસ વડાએ તમામ પોલીસકર્મીઓની રજા કેન્સલ કરી નાંખી છે. તેમજ રજા પર ગયેલા કર્મીઓને ફરજ પર હાજર થવા સૂચના આપી દેવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે, 6 મેની મધ્યરાત્રિએ ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી અને 9 આતંકવાદી અડ્ડાઓને ઉડાવી દીધા હતા. હવે પાકિસ્તાન પણ વળતો હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે ગુજરાતમાં એક શંકાસ્પદ ડ્રૉન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આજે સવારે કચ્છના ખાવડા નજીક ડ્રૉન જેવું શંકાસ્પદ ઉપકરણ મળી આવતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે, આ સમગ્ર ઘટના અંગે સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી છે, હાલમાં તપાસ ચાલી રહી છે કે, આ ઉપકરણ શું હતુ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા પાકિસ્તાન પણ ઉતાવળું થયુ છે, સતત જવાબી કાર્યવાહી કરવાની વાત કરી રહ્યું છે, ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ હવે કચ્છમાથી એક શંકાસ્પદ ઉપકરણ મળી આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. માહિતી પ્રમાણે, ગુજરાતના કચ્છના ખાવડા નજીક ડ્રૉન જેવું શંકાસ્પદ ઉપકરણ મળ્યુ છે. શંકાસ્પદ ઉપકરણ ઈલેક્ટ્રિક વાયર સાથે અથડાયા બાદ નીચે પડ્યું હતુ. હાલમાં પશ્ચિમ કચ્છ પોલીસે આ શંકાસ્પદ ઉપકરણ અંગે એજન્સીઓને જાણ કરી દીધી છે. ભુજ એયરફોર્સને આ શંકાસ્પદ ઉપકરણ અંગે જાણકારી આપી દેવામાં આવી છે, સુરક્ષા એજન્સીઓએ શંકાસ્પદ ઉપકરણ અંગે તપાસ કરી દીધી છે.





















