Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ગાંધીનગરથી અમદાવાદ સુધી સાર્વત્રિક વરસાદ. અમદાવાદથી ગાંધીનગર આવતા માર પર વરસી રહ્યો છે વરસાદ. ગાંધીનગર શહેરમાં વરસાદનું આગમન. ગાંધીનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ. ગાંધીનગરથી કોબા હાઇવે પર વરસાદ શરૂ.
ગુજરાતમાં ચોમાસું જામી (Gujarat monsoon 2024) ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. અમદાવાદમાં આજે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ કરી દેતા અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે લગભગ 1 વાગ્યાની આસપાસ વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયાના અહેવાલ મળી રહ્યા છે. આ દરમિયાન મકરબા અને અખબારનગર
અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં વરસાદને પગલે નીચાણવાળા રસ્તાઓમાં પાણી ભરાય ગયા છે. જેના પગલે વાહચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે રસ્તા પર પાણી ભરાઈ જતા તંત્રના પ્રિ- મોન્સુનના દાવા પોકળ સાબિત થયા છે.