Tapi Rains: તાપીના ડોલવણમાં ચાર કલાકમાં 5.71 ઈંચ વરસાદથી નદીઓમાં પૂર
તાપીના ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ ખેતરો જળમગ્ન બન્યાં છે. ડોલવણમાં ચાર કલાકમાં 5.71 ઈંચ વરસાદથી નદીઓમાં પૂર આવ્યાં છે. ડોલવણમાંથી પસાર થતી તમામ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ઓલણ, અંબિકા, ઝાંખરી સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે. ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ડોલવણમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
હવામાન વિભાગે 8 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.સુરત શહેરમાં સવારથી ધનધોર વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. અડાજણ, રાંદેર, વેડરોડ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો કાળા ડિંબાગ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડતાં દિવસના રાત્રિ જેવો અંધકાર સર્જાયો હતો. વરસાદના પગલે વિઝીબીલીટીમાં ઘટાડો થયો છે. વાહન ચાલકોને હેડલાઈટ ચાલુ ફરજ પડી હતી. ઓફિસ સમયે વરસાદનું આગમન થતાં નોકરી-ધંધાર્થે જતાં લોકોને મુશ્કેલી પડી હતી.

















