(Source: ECI/ABP News/ABP Majha)
Weather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ:
આજે (28 જૂન): સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
29 જૂન: નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
30 જૂન: ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
1 જુલાઈ: વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી.
2 જુલાઈ: નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
મજબૂત પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.