Amreli Heavy Rain: અમરેલીના રાજુલા પંથકમાં બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર
રાજુલામાં બે કલાકમાં છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજુલાના કુંભનાથ મહાદેવના પટાંગણમાં વરસાદી પાણી ભરાયા હતા. રાજુલાના વાવેરા, દિપડીયા, ધારેશ્વર, બરફટાણા, સારોડીયા પાણી ભરાયા હતા. ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદી તોફાની બની હતી. ધાતરવાડી 2 ડેમના આઠ દરવાજા ખોલી પાણી છોડાયું હતું. ડેમના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા હતા.
અમરેલીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલીના રાજુલા, સાવરકુંડલા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદના કારણે અનેક માર્ગો પ્રભાવિત થયા હતા. ખેતરો બેટમાં ફેરવાયા હતા. રાજુલાના ધારાનેસ ગામમાં ધાતરવાડી ડેમના પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. વીજ પોલ ધરાશાયી થયો હતો. રામપરાના કોઝવે પર દૂધ ભરેલી ગાડી પાણીમાં તણાઈ હતી.

















