Ambaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળોની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે તા. 12 થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાનારા આ ભવ્ય મેળામાં અંદાજે 30 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનારા ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવ્યો છે.
આજથી સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થયો છે. આજથી જિલ્લા કલેક્ટરના હસ્તે આ ભાદરવી પૂનમના અંબાજીના મહામેળાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મેળામાં ખાસ પ્રકારની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
Ambaji Grand Fair | અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત


















