Ambalal Patel | અંબાલાલ પટેલની મોટી આગાહી.. આજે ગુજરાતના આટલા વિસ્તારોમાં ખાબકશે વરસાદ
ચોમાસાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલલ પટેલની આગાહી અનુસાર 6ઠ્ઠી જૂનથી ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. 12મી જુનથી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની અંબાલાલ પટેલની આગાહી છે.ખેડૂતો માટે પણ અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 12થી 15 તારીખ વચ્ચે વાવણી લાયક વરસાદ થશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. 12મી જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 15મી જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.
ચોમાસા (Monsoon Update)ની દસ્તક પહેલા મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ (Rain Update)ની એન્ટ્રી થઈ છે. મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ (Rain Update) વરસી રહ્યો છે. ગુરુ તેઘ બહાદુર નગર રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં વરસાદ (Rain Update) વરસ્યો છે. જેને લઈ મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સાથે જ દાદર અને માટુંગાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ (Rain Update)ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તો આ તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 જૂન સુધીમાં મુબંઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું (Monsoon Update) બેસી શકે છે. જેને લઈ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે અને મુંબઈમાં વરસાદ (Rain Update) વરસી રહ્યો છે.