Ambalal Patel : નવરાત્રિમાં વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી, અહીં વરસશે ભારે વરસાદ
Ambalal Patel : નવરાત્રિમાં વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી, અહીં વરસશે ભારે વરસાદ
નવરાત્રિ દરમિયાન વરસાદની અંબાલાલ પટેલની આગાહી. વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી. 25 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી. 20થી 22 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી. નડિયાદમાં ભારે વરસાદની અંબાબાલ પટેલની આગાહી. એકથી ત્રણ ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં બનશે સિસ્ટમ.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગુજરાતમાંથી સત્તાવાર વિદાયની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે કચ્છ અને ડીસામાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોવાની જાહેરાત કરી છે. જોકે, આશ્ચર્યજનક રીતે, રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને કારણે નવરાત્રીના શરૂઆતના નોરતા બગડી શકે તેમ છે. એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જે નવરાત્રિના શરૂઆતના દિવસો પર પણ અસર કરી શકે છે.
ચોમાસાની વિદાય છતાં વરસાદનું કારણ
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ભલે ગુજરાતના કચ્છ અને ડીસા જેવા કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું હોય, પરંતુ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય વિડ્રોઅલ લાઇનને કારણે રાજ્યના મોટા ભાગમાં વરસાદ ચાલુ રહેશે. સમગ્ર રાજ્યમાંથી ચોમાસાની વિદાય લેતા એક સપ્તાહ જેટલો સમય લાગતો હોય છે. હાલમાં, રાજ્યમાં સામાન્ય કરતાં 26 ટકા વધુ, એટલે કે 33 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.




















