Ambalal Patel Prediction: સપ્ટેમ્બરમાં મેઘરાજા બોલાવશે સટાસટી: નવરાત્રિને લઇ અંબાલાલની મોટી આગાહી
સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલ મુજબ બંગાળના ઉપસાગરમાં એક પછી એક બનતી વરસાદી સિસ્ટમને લીધે ત્રણ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો 1 સપ્ટેમ્બર એટલે કે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે.. 12થી 14 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ સક્રિય થશે જેને લઈને ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે..
નવરાત્રીમાં પણ છુટાછવાયા ભાગોમાં ભારે વરસાદ વરસવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી અલગ અલગ ભાગોમાં વરસાદ વરસી શકે છે.. એટલુ જ નહીં. ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનવાની સાથે નવેમ્બર મહિનામાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે..


















