Bachu Khabad's Son Arrested: રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડનો બીજો દિકરો જેલભેગો
Bachu Khabad's Son Arrested: રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડનો બીજો દિકરો જેલભેગો
દાહોદ મનરેગા કૌભાંડને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીના બીજા પુત્રની પણ આખરે ધરપકડ કરવામાં આવી છે. મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની પહેલા જ ધરપકડ કરાઇ હતી, હવે આજે બીજા પુત્ર કિરણ ખાબડની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. બીજા પુત્રની ધરપકડ થતા રાજકારણ વધુ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે, મનરેગા કૌભાંડને લઈ વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું હતું.
ગુજરાત રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડનો બીજો પુત્ર પણ પોલીસ પકડમાં આવી ગયો છે, મનરેગાના કરોડોના ગોટાળાના આરોપમાં બચુ ખાબડના બીજા પુત્રની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. બળવંત ખાબડ બાદ કિરણ બચુ ખાબડને પોલીસ દબોચી લીધો છે. કિરણ ખાબડ પર કામ કર્યા સિવાય મનરેગા યોજનામાંથી રૂપિયા ચાઉં કરી જવાનો આરોપ લાગ્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં દાહોદ જિલ્લામાં 71 કરોડના મનરેગા કામમાં ગોટાળા થયા હતા. આ કેસમં અત્યાર સુધી કિરણ ખાબડની સાથે કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, બળવંત ખાબડ હાલ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને હવે કિરણ ખાબડને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.















