Botad News | ખેડૂતો ખાતર ખરીદતા સાચવજો! બોટાદમાં ખાતરની બેગમાંથી નીકળી રેતી, જુઓ VIDEO
બોટાદના ઉગામેડી ગામના ખેડૂતે ખરીદેલ ખાતરની બેગમાંથી નીકળી રેતી. ખેતીવાડી અધિકારીએ નમૂના લઈ શરૂ કરી તપાસ. ખેડૂતની ન્યાયની માગ..
બોટાદના ઉગામેડી ગામના ખેડૂતોએ ખરીદેલી ખાતરની બેગમાં અંદરથી રેતી નીકળી છે. શૈલેષ મોરડીયા નામના ખેડૂતે સરદાર ફર્ટિલાઈઝર એંડ એગ્રો કેમિકલ્સ નામની દુકાનમાંથી 25 ખાતરની બેગની ખરીદી કરી હતી. જે પૈકી 23 થેલી ખાતરનો જથ્થો ખેડૂતે કરી નાંખ્યો હતો. જ્યારે અન્ય બે ખાતર બેગને ટપક પદ્ધતિ મારફતે પાકને આપવા માટે ખાતરને પાણીમાં નાંખતા સમગ્ર હકીકત સામે આવી. આ અંગે ખેડૂતે ખેતીવાડી વિભાગને જાણ કરતા ખેતીવાડી વિભાગ સ્થળ પર પહોંચ્યા. એગ્રો શોપ પર 128 બેગોની તપાસ કરતા દિવેલના ખોળની જગ્યાએ સીટી કમ્પોઝ ખાતર હોવાનો અધિકારીએ દાવો કર્યો. ખેતીવાડી અધિકારીએ ખાતરના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખેડૂતોની માગ છે કે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવામાં આવે..