ગુજરાતમાં સરકાર આપે છે તેના કરતાં 2-3 ગણા તો નવા કેસ હશે જ, અત્યારે 12 હજારનો ફિગર હોય તો 35થી 45 હજાર વચ્ચે મિનિમમ સંક્રમિત થતા હશે.....
રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. ગુરવારે રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા હતા. ત્યારે ભાજપના નેતા અને ડૉ. ભરત કાનબારે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં સવાલ ઉઠાવતા કહ્યું કે, સરકાર કોરોના સંક્રમણના સાચા આંકડા આપતી નથી. સંક્રમણ વધારે છે, ડેથનો આંકડો વધારે છે પણ આંકડા ખોટા અપાય છે તેના કારણે તંત્રની વિશ્વસનિયતા સામે સવાલ ઉભા થયા છે.. આ સિવાય તેમણે કહ્યું કે, ગુજરાતમાં સરકાર આપે છે તેના કરતાં 2-3 ગણા તો નવા કેસ હશે જ, અત્યારે 12 હજારનો ફિગર હોય તો 35થી 45 હજાર વચ્ચે મિનિમમ સંક્રમિત થતા હશે.....





















