Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો કરાવ્યો પ્રારંભ
Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો કરાવ્યો પ્રારંભ
રાજ્યમાં આરસથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ
રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે. હિંમતનગર કોટન માર્કેટ યાર્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખરીદીની શરૂઆત કરાવવા જઈ રહ્યા છે. ખરીદીની શરૂઆત કરાવ્યા બાદ તેઓ સ્વામિનારાયણ મંદિર ખાતે ખેડૂતોને સંબોધન પણ કરશે.
ટેકાના ભાવે જણસની ખરીદીની શરૂઆત, અને ખાસ કરીને મગફળી જે ખેડૂતોએ મહામૂલી મગફળી પોતાના ખેતરમાં વાવીને ટેકાના ભાવે તેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, એ રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોની મગફળીની ખરીદી શરૂ થવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો છે, ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે.
આજથી 90 દિવસ સુધી રાજ્યના 160 કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે. મગફળીની ટેકાના ભાવે શરૂઆત કરાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને સાથે જ તેઓ વેપારીઓ અને ખેડૂતો સાથે પણ વાતચીત કરતા નજરે પડ્યા હતા. મગફડીની અલગ અલગ જાત હોય છે અને એ પ્રમાણે મગફડીના ભાવ ટેકાના નક્કી કરવામાં આવેલા છે.