'કેમ કે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા એ છે કે કોગ્રેસ આટલી ટીકા કરે છે પણ જો રાહુલ ગાંધી પ્રધાનમંત્રી હોત તો દેશની શું હાલત થઇ હોત'
કોરોના કાળમાં ઈંજેકશન હોય કે એમ્બ્યુલંસ, વિતરણથી લઈ દર્દી દાખલ કરવા સુધીના મામલાઓમાં રાજ્ય સરકાર વારંવાર નિર્ણયો બદલતી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારની નીતિ અને નિર્ણયો અલગ અલગ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મેં વારંવાર સરકારને ચેતવી પણ સરકારે અમારી મજાક ઉડાવી અને કોવિડ પર જીત મેળવી લીધી તેવા દાવાઓના આ પરિણામો છે.રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં ફક્ત ત્રણ ટકા લોકોને જ રસી અપાઇ છે. સરકાર અને વડાપ્રધાનને કોરોના સમજમાં આવ્યો નથી. શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે વિપક્ષને સાંભળ્યા પછી કેન્દ્ર સરકારે કોઇ વાતનો અમલ કર્યો નથી. અમે પણ દેશના લોકોની ચિંતા કરીએ છીએ એટલે વાત કરીએ છીએ.



















