દીવાળીમાં ચોપડા પૂજન ક્યારે કરશો? આ વર્ષે ક્યારે છે શુભ મૂહુર્ત?
દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે. જેને કારણે ધનતેરસ-કાળી ચૌદશની તિથિ અને કાળી ચૌદશ-દિવાળીની તિથિ એક જ દિવસે આવે છે. જાણકારો અનુસાર આ વર્ષે 13 નવેમ્બરે શુક્રવારે ધનતેરસ અને કાળી ચૌદશ એક સાથે છે. 13મીએ સવાલે ઉદિત તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે છ વાગ્યા સુધી ધનતેરસ રહેશે. ત્યાર બાદ કાળી ચૌદશની તિથિ શરૂ થશે. જે 14 નવેમ્બરને શનિવારે બપોરે 2 વાગ્યાને 18 મિનિટ સુધી રહેશે.. કાળી ચૌદશની વિશિષ્ટ પૂજ મંત્રી-તંત્રની ઉપાસના શનિવારે સૂર્યોદય બાદ જ કરી શકાશે. કાળી ચૌદસમાં ઉપાસના રાતને બદલે દિવસે કરવાનો સંયોગ 32 વર્ષ પછી આવી રહ્યો છે. 14 નવેમ્બરે શનિવારે બપોરે બે વાગ્યાને 18 મિનિટથી દિવાળીની તિથિ શરૂ થાય છે. જે 15 નવેમ્બરે રવિવારે સવારે 10 વાગ્યાને 37 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન નવા વર્ષના ચોપડા પૂજન,લક્ષ્મીપૂજન કરી શકાશે. તિથિ મળતી ન હોવાથી રવિવારે પડતર દિવસ રહેશે.. હિંદુ પંચાગ મુજબ નવું વર્ષ 16 નવેમ્બરે સોમવારે ઉદિત તિથિથી પ્રારંભ થશે. જો કે આ દિવસે બીજનો ક્ષય હોવાથી ભાઈબીજ પણ સાથે જ મનાવાશે.