શોધખોળ કરો
96 દિવસથી વધુ સમય હોસ્પિટલમાં સારવાર બાદ ડોક્ટર સંકેત મહેતા થયા સ્વસ્થ
સુરતના તબીબ ડૉ. સંકેત મહેતા આખરે સ્વસ્થ થયા હતા. ડૉક્ટર સંકેત મહેતાના મજબૂત મનોબળે મોતને હાર આપી હતી. ડોક્ટર સંકેત મહેતા પોતે કોરોના સંક્રમણના કારણે ઓક્સિજન સપોર્ટ પર હતા ત્યારે ગંભીર રીતે બીમાર કોવિડ-19ના દર્દીનો જીવ બચાવવા ક્ષણભરનો પણ વિલંબ ના કર્યો અને એનેસ્થેટિસ્ટ ડૉ. સંકેત મહેતાએ અન્ય દર્દીનો જીવ બચાવવા પોતાનું ઓક્સિજન માસ્ક હટાવીને દર્દીને આપી દીધું હતું. જેનાથી દર્દીનો જીવ તો બચી ગયો હતો પરંતુ ડો. સંકેત મહેતાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. જે બાદ ડો. સંકેત મહેતાને વધુ સારવાર માટે ચેન્નઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અહીં તેમના ફેંફસા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા આવ્યા હતા. ડોક્ટર મહેતા 96 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. 28 જુલાઈના રોજ પહેલીવાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ સુરતના BAPS હોસ્પિટલમાં દાખલ ડો. મહેતાની તબિયત વધુ ખરાબ થતા તેમને ચેન્નઇની MGM હોસ્પિટલ બાય એર એમ્બ્યુલન્સથી લઈ જવામાં આવ્યા હતા.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
આગળ જુઓ


















