Kutch: મધરાત્રે ધ્રુજી ગઈ કચ્છની ધરા, 5ની તીવ્રતાના આચંકાએ હચમચાવી નાંખી ધરા; Watch Video
Kutch: મધરાત્રે ધ્રુજી ગઈ કચ્છની ધરા, 5ની તીવ્રતાના આચંકાએ હચમચાવી નાંખી ધરા; Watch Video
સરહદી જિલ્લા કચ્છના પૂર્વ વિસ્તારના દુધઈ પાસે ગઈકાલે રાત્રે 11:26 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. ગત મોડી રાત્રે 11:26 કલાકે દુધઈ પાસે 5.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ આંચકાની અસર રાપરથી લઈને નખત્રાણા વિસ્તારમાં થઈ હતી.
વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. ગઈકાલે મધરાતે 11:26 કલાકે 5.0ની તીવ્રતા સાથેના ભૂકંપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના દૂધઈથી 17 કિલોમીટર દૂર નોર્થ-નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે.




















