LRD Exam: LRDની પરીક્ષાને લઈ એક્સ્ટ્રા બસો દોડાવાશે, 15 જૂને યોજાવાની છે પરીક્ષા
LRDની પરીક્ષાને લઈ 14 જૂન અને 15 જૂને એક્સ્ટ્રા બસો દોડાવાશે. એલઆરડીની પરીક્ષા 15 જૂને યોજાવાની છે. રાજકોટ, ગાંધીનગર, આણંદ, અમદાવાદ, સુરત, વડોદરામાં LRDની પરીક્ષા યોજાશે. 2.48 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્ધારા આગામી 15, જૂનના રોજ સવારે 9:30 થી 12:30 સુધી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત કરેલ છે. જેમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી 2.48 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા આવનાર છે.
આ સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્ધારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ 14, જૂન 2025 અને 15 જૂન 2025 દરમિયાન એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે. ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વિસોનું ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન નિગમ દ્ધારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસોનું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ http://gsrtc.in ઉપરથી તમામ ઉમેદવારો દ્ધારા કાઉન્ટર તથા એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે ઉમેદવારોને સંચાલન સંબંધિત પૂછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. 1800 233 666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે. LRD પરીક્ષાને સુચારૂ અને વ્યવસ્થિત બનાવવા માટે રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા પ્રયાસો ચાલુ છે. એમાં આ પરીક્ષા દિવસે પરિવહન વ્યવસ્થાને મજબૂત બનાવવાનો નિર્ણય મહત્વપૂર્ણ સહાયરૂપ સાબિત થશે.


















