Rajkot Accident News: રાજકોટ-ભાવનગર હાઈવે પર જીવલેણ અકસ્માત, 3 વિદ્યાર્થીના મોત | abp Asmita LIVE
રાજકોટ જિલ્લાના આટકોટના જંગવડ પાસે કારનો ગંભીર અકસ્માત થયો છે. ઇનોવા કાર પલટી જતાં રાજકોટની R. K. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં છે.
રાજકોટ-ભાવનગર હાઇવે પરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જસદણ તાલુકાના જંગવડ ગામ પાસે ગઇકાલે(5 સપ્ટેમ્બર) મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશના રહેવાસી છે અને રાજકોટની આર કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. ઈનોવા કાર ભાડે કરીને 12 વિદ્યાર્થીઓ દીવ ફરવા જઈ રહ્યા હતા ત્યારે જંગવડ પાસે કાર ચાલકે કાર પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ગઈ હતી. કારમાં સવાર 12માંથી 3 વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.



















