Bhaurch News: ભરૂચના અંકલેશ્વર પાસે 1 કરોડનો વિદેશી દારુ ઝડપાયો
Bhaurch News: ભરૂચના અંકલેશ્વર પાસે 1 કરોડનો વિદેશી દારુ ઝડપાયો
દિવાળીના તહેવારો પહેલા જ અંકલેશ્વર નજીકથી ઝડપાયો વિદેશી દારૂનો મસમોટો જથ્થો. બી ડિવિઝન પોલીસે 1.36 કરોડથી વધુની કિંમતના વિદેશી દારુ સાથે બે આરોપીની ધરપકડ કરી. નેશનલ હાઈવે 48 પર ટ્રકમાં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થવાની પોલીસને બાતમી મળી હતી.. જે બાતમીના આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવીને NL-01-L-7828 પાર્સિંગની ટ્રકને રોકીને 1.36 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની 26 હજાર બોટલ જપ્ત કરી.. પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના બે આરોપીની સ્થળ પરથી ધરપકડ કરી.. જ્યારે અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા.. પ્રાથમિક તપાસમાં આ વિદેશી દારૂનો જથ્થો ગાંધીધામના કુખ્યાત બુટલેગરે મગાવ્યો હોવાનો ખુલાસો થયો છે..




















