Gujarat BJP: 4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ, ચૂંટણીનો કાર્યક્રમ થયો જાહેર
પ્રદેશ ભાજપના નવા પ્રમુખની લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આવ્યો અંત.. ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.. આવતીકાલે પ્રદેશ ભાજપના નવા પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે.. સવારે 11 વાગ્યાથી બે વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે.. જ્યારે બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.. સાંજે પાંચ વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે.. ચાર ઓક્ટોબરે સવારે 10થી 11 વાગ્યા સુધી મતદાન થશે.. મતગણતરી અને નવા પ્રદેશ ભાજપ પ્રમુખના નામની જાહેરાત બપોરે 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે.. ઉદય કાનગડને પ્રદેશ ભાજપ અધ્યક્ષની ચૂંટણીના ઈન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ફક્ત એ જ ફોર્મ ભરાશે અને તે હશે અમદાવાદના નિકોલના ધારાસભ્ય અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા.. પ્રદેશ ભાજપમાં સી.આર.પાટીલના ઉત્તરાધિકારી બનશે જગદીશ વિશ્વકર્મા.. સર્વાનુમતે જગદીશ વિશ્વકર્માની પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાશે.. પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી પણ ગાંધીનગર પહોંચી ચૂક્યા છે.. નવા પ્રદેશ પ્રમુખને લઈને ભાજપ કાર્યાલય કમલમમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે..
















