Gujarat Corona Case: છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 6 નવા કેસ નોંધાયા, જુઓ વીડિયોમાં
Gujarat Corona Case: છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 6 નવા કેસ નોંધાયા, જુઓ વીડિયોમાં
ગુજરાતમાં હાલ કોરોના વાયરસના 7 એક્ટિવ કેસ હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ દેશમાં કોવિડના એક્ટિવ કેસ મામલે ગુજરાત છઠ્ઠા ક્રમે આવી પહોંચ્યં છે. તમને જણાવી દઈએ કે હોંગકોંગમાં છેલ્લા 10 અઠવાડિયામાં કોવિડના કેસ દર અઠવાડિયે 30 ગણાથી વધુ વધ્યા છે. પરંતુ આ ઉછાળો ફક્ત હોંગકોંગ પૂરતો મર્યાદિત નથી. સિંગાપોરમાં પણ એક અઠવાડિયામાં કેસોમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. ચીન અને થાઇલેન્ડમાંથી પણ કોવિડના કેસ વધવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
ગુજરાતમાં માંડ એક કેસ એક્ટિવ હતો, જેમાં છ કેસનો વધારો થયો છે, એ પછી ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સાત ઉપર પહોંચી છે. આ તબક્કે ગુજરાતમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસ સાત જેટલા છે. સરકારી ચોપડે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે ૧૧,૧૦૧ લોકોનાં સારવાર દરમિયાન મોત નોંધાયા છે.



















