Gujarat Corona Case: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 200થી વધુ નવા કેસ, જુઓ વીડિયોમાં
Gujarat Corona Case: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 200થી વધુ નવા કેસ, જુઓ વીડિયોમાં
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત બૂલેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ 200ને પાર નોંધાયા છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 1,281 પર પહોંચી છે, જ્યારે રાજ્યમાં હાલ 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે..
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 169 નવા કેસ નોંધાયા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસના આંકડા સામે આવ્યા છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 265 કેસ તો પશ્ચિમ ઝોનમાં 243 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 859 પર પહોંચી છે.

















