Gujarat Crop planting News : શું આ વર્ષે ગત વર્ષની તુલનમાં ઓછું વાવેતર? Watch Video
Gujarat Crop planting News : શું આ વર્ષે ગત વર્ષની તુલનમાં ઓછું વાવેતર? Watch Video
ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 4035 હેક્ટરમાં વાવેતર થયું હતું જ્યારે ચાલુ વર્ષે 2678 હેક્ટરમાં જ વાવણી થઈ છે. એટલે કે ખેડૂતો હજુ વરસાદ સહિતના પરિબળોને જોઈ ધીમી ગતિએ મગફળી, કપાસ, શાકભાજી સહિતના પાકોના બીજ રોપવાનું શરૂ કર્યું છે. મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં વાવણી થઈ ગઈ છે જ્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતો હજુ તૈયારીમાં છે. મુખ્ય ત્રણ ઋતુની જેમ રાજ્યમાં વાવણી પણ ત્રણ ઋતુમાં થાય છે, પરંતુ તેમાં સૌથી વધુ 86 લાખ હેક્ટર વાવેતર ચૌમાસાની ઋતુમાં થાય છે. આ સીઝન ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી ચાલતી હોય છે અને તેમાં મુખ્યત્વે ડાંગર, તુવેર, મગફળી, મગ, કપાસ, દિવેલા અને સોયાબીન મુખ્ય પાક છે. જ્યારે બાજરી દરેક ઋતુમાં વવાય છે. 12 માસમાં સૌથી મોટી કૃષિની સીઝન હવે શરૂ થવા જઈ રહી છે.




















