Gujarat Heatwave: રાજ્યભરમાં હીટવેવને લઈને વિદ્યાર્થીઓની સલામતી માટે શું કરાયા આદેશ? જુઓ રિપોર્ટ
Gujarat Heatwave: રાજ્યભરમાં હીટવેવને લઈને વિદ્યાર્થીઓની સલામતી માટે શું કરાયા આદેશ? જુઓ રિપોર્ટ
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હિટેવેવની આગહી કરવામાં આવી છે. જેના પગલે શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખી તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. જેમાં ખુલ્લામાં વર્ગો ન યોજવા તેમજ શાળાના સમયમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે પણ આદેશ આપ્યો છે.ગુજરાત હીટવેવ એક્શન પ્લાન 2025 મુજબ સૂચનાઓ આપવામાં આવી છે અને જે તમામ શાળાઓને આદેશનું પાલન કરવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. પરિપત્રમાં જણાવ્યું કે, "ગુજરાત હિટવેવ એકશન પ્લાન- 2025" મુજબ કાર્યવાહી હાથ ધરવા તથા ખાસ હિટવેવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતું હોઇ ખાસ તકેદારીના પગલાં લેવા જણાવેલ હતું..





















