Gujarat Heavy Rain Forecast | અમદાવાદમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી | Red Alert
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) મુજબ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદનું heavy rain)અનુમાન છે. હવામાન વિભાગે મધ્ય ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તો તો 10 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે, હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.. તો આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.
દક્ષિણ ગુજરાતના ભરૂચ અને નર્મદામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.




















