Gujarat Rain Forecast | ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ બનશે, વરસાદની તોફાની બેટિંગ માટે થઈ જાવ તૈયાર
રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે. હવામાન વિભાગે આવતીકાલથી ગુજરાતમાં ફરીથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થવાની આગાહી કરી છે. આવતીકાલથી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ઝૉનમાં વરસાદ ખાબકી શકે છે. આ વર્ષે પ્રથમ મહિને જ સિઝનનો 61 ટકા જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.
હવામાન વિભાગે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે, રાજ્યમાં આવતીકાલથી ફરી ધોધમાર વરસાદની વરસશે. કેમ કે ગુજરાત પર વરસાદની સિસ્ટમ ફરી એકવાર એક્ટિવ થઇ છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામશે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની વરસશે. આ ઉપરાંત આગામી 3 અને 4 ઓગસ્ટે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ વાત છે કે, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.




















