Gujarat Rain News:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં ખાબક્યો વરસાદ, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Gujarat Rain News:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં ખાબક્યો વરસાદ, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ?
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. પંચમહાલ, છોટાઉદેપુર, આણંદમાં ભારે વરસાદ વરસ્યો છે. જો કે સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં 8.1 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 5.1 ઈંચ વરસાદ નોંધાયો છે. આણંદના પેટલાદમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 18 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. 29 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.



















